કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : ‘હે ભગવાન !મેં દેવશયની એકાદશી નું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતા ની પૂજા થાય છે ?‘
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :‘હે રાજન !આ એકાદશી ની કથા કહું છું તે ધ્યાન થી સાંભળો .એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજી ને કહી હતી .‘નારદજી એ પૂછ્યું : હે પિતામહ ! આજે મારે અષાઢ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સાંભળવા ની ઈચ્છા છે ,તેથી તમે હવે એકાદશી ની વ્રત કથા વિધિ સહીત સંભળાવો .પિતામહ નારદજી ના વચન સાંભળી બોલ્યા :‘ હે નારદજી ! તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે. તમે ધ્યાન થી સાંભળો .
અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે .આ એકાદશી ની કથા સાંભળવા માત્ર થી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે .કામિકા એકાદશી વ્રત માં શંખ, ચક્ર ,ગદાધારી વિષ્ણુ ભગવાન ની પૂજા થાય છે .જે મનુષ્ય આ એકાદશી માં ધૂપ, દીપ , નૈવેધ આદિ થી ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે ,તેમને ગંગાસ્નાન ના ફળ થી પણ મોટું ફળ મળે છે .
સુર્ય- ચંદ્ર ગ્રહણ મા કેદાર અને કુરુક્ષેત્ર માં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે ,તે પુણ્ય વિષ્ણુ ભગવાન ની ભક્તિ પૂર્વક પૂજા કરવાથી મળી જાય છે .શ્રી વિષ્ણુ ભગવાન ની પૂજા નું ફળ સમુદ્ર અને વન સહીત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશી માં ગોદાવરી નદી માં સ્નાન કરવા ના ફળ થી પણ વધુ છે .વ્યતિપાત માં ગંડકી નદી માં સ્નાન કરવાથી જે ફળ મળે છે ,તે ફળ ભગવાન ની પૂજા કરવાથી મળે છે .ભગવાન ની પૂજા નું ફળ અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી ના ફળ ના બરાબર છે તેથી ભક્તિ પૂર્વક ભગવાન ની પૂજા ન બની શકે તો અષાઢ માસ ની કામિકા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .
જે ઉત્તમ દ્વિજ અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની કામિકા એકાદશી નું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ ,નાગ ,કિન્નર ,પિતૃ આદિ ની પૂજા થાય છે ;તેથી પાપ થી ડરનાર વ્યક્તિઓ એ વિધિ વિધાન સહીત આં વ્રત ને કરવું જોઈએ .
સંસાર સાગર તથા પાપો માં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છુટવા માટે કામિકા એકાદશી નું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે .હે નારદજી ! સ્વયં ભગવાને પોતાના શ્રી મુખ થી કહ્યું કે -‘ મનુષ્યો ના અધ્યાત્મ વિદ્યા થી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમય માં અનેક દુઃખો થી યુક્ત યમરાજ તથા નરક ના દર્શન કરતા નથી .આ એકાદશી નું વ્રત તથા રાત્રી ના જાગરણ થી મનુષ્ય ને કુયોની મળતી નથી .અને અંત માં સ્વર્ગ લોક માં જાય છે .જે મનુષ્ય અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની કામિકા એકાદશી માં તુલસી થી ભક્તિ પૂર્વક વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે તો આ સંસાર સાગર માં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમલ પુષ્પ જળ માં રહેવા છતાં પણ જળ થી અલગ રહે છે .ભગવાન ની તુલસી દલ થી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદી ના દાન ના ફળ બરાબર છે .વિષ્ણુ ભગવાન રત્ન ,મોતી ,મણી આદિ આભૂષણો ણી અપેક્ષા એ તુલસીદલ થી અધિક પ્રસન્ન થાય છે .
હે નારદજી ! હું ભગવાન ની અતિપ્રિય શ્રી તુલસીજી ને નમસ્કાર કરું છું .તુલસીજી ના દર્શન માત્ર થી મનુષ્ય ના સમસ્ત પાપ નષ્ટ થાય છે .અને સ્પર્શ માત્ર થી મનુષ્ય પવિત્ર થાય છે .તુલસીજી ને જળ સિંચવા થી મનુષ્યો ની યમ યાતનાઓ નષ્ટ થાય છે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક ભગવાન ના ચરણો માં તુલસીજી સમર્પિત કરે છે તેને મુક્તિ મળે છે .જે મનુષ્ય આ કામિકા એકાદશી ની રાત્રી માં જાગરણ કરે છે અને દીપ દાન કરે છે ,એના પુણ્ય ને લખવા માં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે .
જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે ,તેમના પિતૃ સ્વર્ગ લોક માં સુધા નું પાન કરે છે .જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલ નો દીપ પ્રગટાવે છે તેણે સુર્ય લોક માં પણ સહસ્ત્ર દીપક નો પ્રકાશ મળે છે ,તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .




