આસો વદ તેરસ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૧૦:૫૭ AM - ૧૨:૨૪ PM
કાળ (નુકશાન): ૧૨:૨૪ PM - ૦૧:૫૧ PM
(અ, લ, ઈ)
પોઝિટિવ: સમય અનુકૂળ ચાલી રહ્યો છે. તેથી પ્રયત્નશીલ રહેશો અને સિદ્ધિઓ હાંસલ કરશો. રોકાણ સંબંધિત કાર્યો માટે પણ સમય ઉત્તમ ચાલી રહ્યો છે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિઃસ્વાર્થ યોગદાન સમાજમાં તમને સન્માન પણ અપાવશે.
નેગેટિવ: પોતાનો સ્વભાવ સકારાત્મક બનાવી રાખો. ક્યારેક-ક્યારેક કેટલીક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. પોતાનો સ્વભાવ પોઝિટિવ જાળવી રાખો અને વર્તમાન પરિસ્થિતિઓમાં જ ધ્યાન કેન્દ્રિત કરો. સાથે જ, નજીકના સંબંધીઓ સાથે સંબંધો મધુર બનાવી રાખો.
વ્યવસાય: માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાની લોકો પ્રશંસાકરશે, તથા તમને મહત્ત્વના ઓર્ડર મળી શકે છે. પરંતુ આવકના માર્ગો હજી ધીમા જ રહેશે. તેથી ધીરજ રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે વર્તમાન ગતિવિધિઓનું શુભ પરિણામ નજીકના ભવિષ્યમાં જલ્દી જ પ્રાપ્ત થશે.
લવ: પારિવારિક વાતાવરણમાં કોઈ પ્રકારનો તણાવ ઉત્પન્ન થઈ શકે છે, જેનું કારણ તમારો ગુસ્સો અને ચીડિયાપણું જ હશે.તેથી તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો.
સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઠીક રહેશે. ચિંતા ન કરો, અને તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખો.
લકી કલર: વાદળી
લકી નંબર: 8
મંગળ
(અ, લ, ઈ)
લાલ
1, 8
તાંબું, સોનું
કોરલ
પૂર્વ
અગ્નિ
ચલ
પિત્ત
શ્રી હનુમાન જી
ચુ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ, અ
કોરલ, પોખરાજ અને માણેક
મંગળવાર, ગુરુવાર અને રવિવાર