આસો વદ તેરસ - વિક્રમ સંવત ૨૦૮૧
અમૃત (શ્રેષ્ઠ): ૧૦:૫૭ AM - ૧૨:૨૪ PM
કાળ (નુકશાન): ૧૨:૨૪ PM - ૦૧:૫૧ PM
(ડ, હ)
પોઝિટિવ: તમારા કાર્યોને નિયત સમય પર પૂરા કરવાની કોશિશ કરો, તેનાથી તમે તમારી કાર્યપ્રણાલીને બહેતર બનાવી શકશો. તમે તમારા અંદર ખૂબ જ વધુ ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો, અને તમારા કાર્યોને ઉત્તમ કાર્યરૂપ આપવામાં પણ સક્ષમ રહેશો.
નેગેટિવ: તમારી બાહ્ય ગતિવિધિઓને હજી સ્થગિત જ રાખો, કારણ કે હજી કોઈ લાભ થવાનો નથી. ધ્યાન રાખો, કે કોઈ નાની ભૂલ તમારા માટે ખૂબ મોટી પરેશાની ઊભી કરી શકે છે. આર્થિક ગતિવિધિઓ આજે થોડી ધીમી રહેશે.
વ્યવસાય: ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત વ્યવસાયમાં ફાયદાકારક સ્થિતિઓ બનેલી છે. માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. જો વ્યવસાય સંબંધિત કોઈ નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છો, તો તેના વિશે પહેલાં સારી રીતે તપાસ કરી લો. નોકરી કરતા વ્યક્તિ પોતાની ફાઇલો અને દસ્તાવેજો સારી રીતે સાચવીને રાખે.
લવ: દાંપત્ય સંબંધો મધુર અને પ્રેમપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં અણબનાવ જેવી સ્થિતિ બની રહી છે. તમારા લવ પાર્ટનરની ભાવનાઓને આહત ન કરો.
સ્વાસ્થ્ય: માનસિક તણાવના કારણે હોર્મોન્સ સંબંધિત બદલાવ મહેસૂસ કરશો. ધ્યાન આનો યોગ્ય ઉકેલ છે.
લકી કલર: સફેદ
લકી નંબર: 7
ચંદ્ર
(ડ, હ)
દૂધિયું
4
ચાંદી, તાંબું
મોતી
પૂર્વ, દક્ષિણ
જળ
ચલ
કફ
શિવ જી
હી, હુ, હે, હો, ડા, ડી, ડૂ, ડે, ડો
મોતી, પોખરાજ અને કોરલ
સોમવાર, મંગળવાર અને ગુરુવાર