LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૩૬ AM
સૂર્યાસ્ત:  ૦૮:૨૪ PM

વૈશાખ સુદ એકમ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonએપ્રિલ ૨૮, ૨૦૨૫
સોમવાર

રોગ (દુષ્ટ):  ૧૧:૪૭ AM - ૦૧:૩૦ PM

ઉદ્વેગ (ખરાબ):  ૦૧:૩૦ PM - ૦૩:૧૪ PM

ToranToran

પદ્મિની એકાદશી

પદ્મિની એકાદશી

કિર્તીવીર્ય નામનો એક રાજા હતો. એ રાજાને સો પત્‍નીઓ હતી એમાંથી કોઇએ પણ રાજય સંભાળી શકે એવ યોગ્‍ય પુત્ર ન હતો. ત્‍યારે તેણે આદરપૂર્વક પંડિતો બોલાવ્‍યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પણ બધુ અસફળ રહ્યું. જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગે છે એમ જ રાજાને પોતાનું રાજય પુત્ર વિના દુઃખમય પ્રતિત થવા લાગ્‍યું. અંતમાં રાજા તપ દ્વારાજ સિદ્ધિ પ્રાપ્‍ત થશે. એમ વિચારીને તપ કરવા માટે વનમાં ચાલ્‍યો ગયો. એની પત્‍ની પણ (હરિશ્ર્ચંદ્રની પુત્રી-પ્રમદા) વસ્‍ત્રોલંકારોનો ત્‍યાગ કરીને પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી ગઇ. એ સ્‍થાન પર બંનેએ દસ હજાર વર્ષ સુધી તપસ્‍યા કરી. પરંતુ તેમ છતાં સિદ્ધિ પ્રાપ્‍ત ન થઇ રાજાના શરીરમાં ફકત હાડકાજ રહી ગયા.

આ જોઇ પ્રમદાએ વિનય સહિત મહાસતિ અનસૂયાજીને પૂછયું : “તપસ્‍યા કરતાં કરતાં મારા પતિને દસ હજાર વરસ થઇ ગયા, પરંતુ હજુ સુધિ ભગવાન પ્રસન્‍ન નથી થયા, કે જેનાથી એમને પુત્ર પ્રાપ્‍ત થાય. આનું કારણ શું છે ?” આ સાંભળી અનસૂયાજી બોલ્‍યાઃ “અધિક માસ જે છત્રીસ માસ પછી આવે છે, એમા બે એકાદશીઓ આવે છે. આમાં આવનારી શુકલ પક્ષની એકાદશીનું નામ “પદ્મિની” અને કૃષ્‍ણ પક્ષની એકાદશીનું નામ “પરમા” છે. એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને ચોકકસ પુત્ર આપશે.”

ત્‍યાર પછી અનસુયાજીએ વ્રતની વિધિ બતાવી. રાણીએ અનસુયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કર્યું. આમ કરવાથી શ્રી વિષ્‍ણુ એના પર ઘણા પ્રસન્‍ન થયા. અને વરદાન માંગવા માટે કહ્યું.
રાણીએ કહ્યું : “આપ અમને પુત્ર પ્રાપ્‍તી માટેનું વરદાન આપો !”

પ્રમદાનું વચન સાંભળી શ્રી વિષ્‍ણું બોલ્‍યાઃ “હે પ્રમદે ! અધિક માસ મને ઘણો પ્રિય છે. એમા પણ એકાદશી તિથિ મમને સૌથી વધારે પ્રિય છે. આ એકાદશીનું વ્રત અને જાગરણ તે વિધિપૂર્વક કર્યું છે. આથી હું તારા પર અત્‍યંત પ્રસન્‍ન છું.” આમ કહી શ્રી વિષ્‍ણુંએ રાજાન. કહ્યું ; “હે રાજેન્‍દ્ર ! તમે પોતાની ઇચ્‍છા અનુસાર વરદાન માંગો, કારણ કે તમારી પત્‍નીએ મને પ્રસન્‍ન કર્યો છે. !”

ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા બોલ્‍યાઃ “હે ભગવાન ! આપ મને સૌથી શ્રેષ્‍ઠ, બધા દ્વારા પૂજિત અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્‍ય વગેરે દ્વારા અજેય ઉત્તમ પુત્ર આપો” શ્રી વિષ્‍ણુ તથાસ્‍તુ કહી અલોપ થયા. ત્‍યાર પછી રાજા-રાણી પોતાના રાજયમાં પાછા આવ્‍યા એમને ત્‍યાં ઉત્‍પન્‍ન થયેલ કાર્તવીય પુત્ર અજેય હતો. એણે જ રાવણને કેદ કર્યો હતો. આ બધો પદ્મિની એકાદશીનો પ્રભાવ હતો.