શુભ પંચાંગ લોગો

અંબા માં – આરાસુરની આદ્યશક્તિ

અંબા માતા આરતી

અંબા માતા આદ્યશક્તિનું સ્વરૂપ અને ગુજરાતનાં પ્રિય જગદંબા છે. ૫૧ શક્તિપીઠોમાંના એક અંબાજી ધામમાં મૂર્તિ નહીં પણ પવિત્ર વિસા યંત્રની પૂજા થાય છે. ભક્તો ખાસ કરીને પૂનમે દર્શન કરવા જાય છે અને નવરાત્રિના ગરબામાં 'જય આદ્યા શક્તિ' આરતી ગાઈ માતાજીના રક્ષણ અને કૃપા-આશીર્વાદ માંગે છે.
૧ આરતીપૂર્ણિમા
અંબા માતા
વિશેષ આરતી

જય આદ્યા શક્તિ આરતી

નવરાત્રીનો પ્રારંભલોકપ્રિય
વિગત જુઓ

Long traditional text; wording varies between printed versions. Please proofread against your preferred Gujarati aarti book. જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (૨ વાર), પડવે પ્રગટ્યાં મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે (૨ વાર), હર ગાયે હર મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી (૨ વાર), તું તરવેણી મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા સચરાચર વ્યાપ્યાં, ચાર ભુજા ચૌ દિશા (૨ વાર), પ્રગટ્યાં દક્ષિણમાં. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨ વાર), પંચે તત્ત્વો મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો, નર નારીના રૂપે (૨ વાર), વ્યાપ્યાં સઘળે મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી, ગૌ ગંગા ગાયત્રી (૨ વાર), ગૌરી ગીતા મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા, સુરવર મુનિવર જન્મ્યા (૨ વાર), દેવ દૈત્યો મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય વિજયાદશમી, રામે રામ રમાડ્યા (૨ વાર), રાવણ રોળ્યો મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા, કામદુર્ગા કાળિકા (૨ વાર), શ્યામા ને રામા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ બારસે બાળા રૂપ, બહુચરી અંબા, મા બહુચરી અંબા, બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા, મા તમે તારુણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨ વાર), ગુણ તારા ગાતા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા, ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાઈ શુભ કવિતા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ સંવત સોળ સત્તાવન, સોળસેં બાવીસમાં, મા સોળસેં બાવીસમાં, સંવત સોળે પ્રગટ્યાં (૨ વાર), રેવાને તીરે. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨ વાર), ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ શિવશક્તિની આરતી, જે કોઈ ગાશે, મા જે ભાવે ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા, વલ્લભ ભટ્ટને રાખ્યા (૨ વાર), નિજ ચરણે સેવા. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥ માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી, મા શોભા બહુ સારી, આંગણ કુકડ નાચે (૨ વાર), જય બહુચર બાળી. ॥ ૐ જયો જયો મા જગદંબે ॥

અંબા માતા સાથે જોડાયેલી અન્ય સામગ્રી

વારંવાર પૂછાતા પ્રશ્નો

હિંદુ ઉપાસનામાં અંબા માતાની આરતી શા માટે મહત્વપૂર્ણ છે?

અંબા માતાની આરતી માટે કયો દિવસ યોગ્ય માનવામાં આવે છે?

અંબા માતાની આરતી વખતે કઈ પૂજા પરંપરા અનુસરાય છે?

અંબા માતાની આરતી દ્વારા ભક્તો શું વ્યક્ત કરે છે?